આણંદની અમૂલ ડેરી ખાતે રવિવારે સહકારિતા મંત્રાલયના ચોથા વર્ષની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહીત કેન્દ્ર કક્ષાના મંત્રીઓ,રાજ્યકક્ષાના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.રવિવારે બપોરે 12:30 કલાકે કેન્દ્રીકય ગૃહમંત્રી અમિતભાઈ શાહે સભાને સંબોધન કર્યું હતું.