આજે બપોરે 4:00 વાગ્યાની આસપાસ નવાગામ પાસે ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા બંને ચાલકો વચ્ચે બોલાચાલી થઈ હતી.જેને લઈને ટ્રક અને આઇસર રોડ પર ઉભા રહી જતા ભારે ટ્રાફિકજામ સર્જાયો હતો. ટ્રાફિકજામને લઈને આસપાસથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પોલીસને સમગ્ર ઘટનાની જાણ થતા પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સદ્દનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.