રાજકોટ કુવાડવા ગામ નજીક આજે બપોરે આશરે ૩ વાગ્યાની આસપાસ એક ગંભીર અને દુઃખદ રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર એક ટ્રકે બાઇકસવાર યુવકને પાછળથી ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.