સીએઆરએ (સેન્ટ્રલ એડોપ્શન ર્રીસોર્સ ઓથોરીટી)ના માધ્યમથી જામનગરના કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના એક શિશુને મા-બાપની હુંફ મળતા દંપતી સંપૂર્ણ બન્યા છે. આ દંપતીએ બાળકને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર કેતન ઠક્કરના આદેશ બાદ જિલ્લા બાળ સુરક્ષા એકમ જામનગર દ્વારા તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકને કલેકટરના હસ્તે દત્તક વિધાન થકી તેના વાલીને સોપવામાં આવ્યું હતું.