બોટાદ જીલ્લા નવનિયુક્ત પોલીસ વડા ચિંતન તેરૈયા દ્વારા સમગ્ર બોટાદ જિલ્લામાં જુગારની બધી નેસ્ત નાબૂદ કરવાની કડક સુચના આપવામાં આવેલ હોય જે સૂચના ને લઈને બોટાદ જિલ્લા LCB પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ગઢડા તાલુકાના ઢસા ગામે જલારામ ઓઇલ મીલ પાસે જાહેરમાં ગંજી પત્તાવડે હારજીતનો જુગાર રમતા 6 ઈસમોને રોકડા રૂ.14,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ 12 હેઠળ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી છે