અમદાવાદના બાપુનગરમાં બુધવારે 8 વાગ્યાની આસપાસ રામદેવપીર મંદિરનું તાળું તોડી શખસે તોડફોડ કરી હતી. મંદિરમાં રહેલી રામદેવપીરની મૂર્તિ ખંડિત કરવાનો પ્રયાસ કર્યો છે, સાથે જ હનુમાનજીની મૂર્તિ પણ ઊંધી પાડી દીધી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તરત જ ભેગા થઈ ગયા હતા અને તે યુવકને પકડી પાડી પોલીસને સોંપ્યો. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.