ધી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની ચૂંટણીમાં ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદારોમાં સવારથી સવારે ઉત્સાહ જોવા મળ્યો હતો ત્યારે ખેડા સાંસદ દેવુસિંહ ચૌહાણ પણ નડિયાદ બેઠક માટે મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અમૂલના નિયામક મંડળ માટે મતદાન કર્યું હતું.