મંગળવારે વાલિયા-વાડી માર્ગ ઉપર ડહેલી ગામના ચાસવાડ ત્રણ રસ્તા પાસે બે બાઇકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. તે સમયે પૂરપાટ ઝડપે પસાર થતા હાઈવા ટ્રક ચાલકે અકસ્માતગ્રસ્ત બાઈક સવારોને બચાવવા જતા અન્ય ત્રણ બાઇકોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો.જો કે ત્રણેય વાહનોમાં ભારે નુકશાન થયું હતું.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.