ચોમાસાની ઋતુમાં સિંહો અવારનવાર શિકારની તલાશમાં ગામડાં કે સીમ વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે.સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામમાં સિંહણ ઘૂસી આવી અને અલગ અલગ ત્રણ શિકાર કર્યા. સિંહણની હરકતો સીસીટીવીમાં કેદ થતા ગામમાં ભયનો માહોલ ફેલાયો.વિસ્તારના ખેડૂતો અને માલધારીઓમાં સતત ફફડાટ રહેતો જોવા મળ્યો છે.