બેટી બચાવો બેટી પઢાવો અંતર્ગત બોટાદ શહેરમાં આવેલ અલ્લાના કન્યાશાળા ખાતે જિલ્લા પોલીસ વડા કે.એફ.બરોલીયા તેમજ જિલ્લા મહિલા બાળ અધિકારી આઈ.આઈ. મન્સૂરીના વિશેષ માર્ગદર્શન ધોરણ 9 અને 11 ના વિદ્યાર્થીનીઓને જાતીય ગુનાઓ સામે રક્ષણ આપતા અધિનિયમ પોસ્કો વિશે તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન વિશે વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.