ખેરાલુ તાલુકાના ડભાડ ગામના યુવકને વિસનગરમાં ચાલતી ડેસ્ટી વિઝા ઓફિસ દ્વારા ન્યૂઝીલેન્ડના વિઝા આપવાનું કહી 23.50 લાખ રૂપિયા લઇ ફેંક વિઝા પધરાવી દેતાં યુવક સિંગાપુર એરપોર્ટ ઉપર પકડાઇ ગયો હતો જેને ઓર્થોરિટિએ મુંબઇ પરત મોકલ્યા બાદ યુવકને પૈસા પરત ન મળતાં તેમજ તેના ગામના અને ડાવોલના યુવક પાસેથી પણ 25-25 લાખ લીધા હોવાનું જાણવા મળતાં આ બનાવ અંગે વિઝા ઓફિસના બે સંચાલકો વિરૂધ્ધ વિસનગર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.