ખંભાત શહેર પોલીસ મથક ખાતે મિલાદ અને ગણેશ વિસર્જન પર્વને પગલે પોલીસ ઇન્સ્પેક્ટર બીપી ચૌહાણની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. શાંતિ સમિતિની બેઠક દરમિયાન નગરપાલિકાના સભ્યો, ગણેશ મંડળોના આયોજકો, અને આગેવાનો હાજર રહ્યા હતા. ઈદ મિલાદ અને ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે ઉજવાય અને ભાઈચારા સાથે ઉજવાય તે માટે પોલીસ દ્વારા ખાસ અપીલ કરાઈ હતી.તેમજ ગણેશજીનું મૂર્તિઓને દરિયામાં નહીં પરંતુ નિર્ધારિત કુંડમાં પધરાવવા અપીલ કરાઈ છે.