સગર્ભા મહિલાની માતા હસીનાબેંન દરબારે જણાવેલ કે અમો એ અમારી દીકરીને ડિલિવરી માટે દિયોદર લાવી હતી જેમાં છેલ્લા પાંચ મહિનાથી અમો વિશ્વાસ હોસ્પિટલમાં અમારી દીકરીને સારવાર કરાવતા હતા જેમાં ડિલિવરી વખતે અમો અમારી દીકરી ને ત્યાં લઈ ગયા હતા જ્યાં નર્શો એ ડિલિવરી કરતા કાળજી રાખેલ નહિ અને સારવાર કરેલ નહિ જેથી અમારી દીકરીને આવી તકલીફ થઈ છે ડોકટર અને નર્ષ ની બેદરકારી થી મારી દીકરી પથારી વસ થઈ છે અને અમારી સાથે ડોકટરે તોછડાઇ ભર્યું વર્તન કર્યું છે