ઝાલોદ તાલુકાનો માછણ નાળા ડેમ છલકાઇને ૨૭૭.૬૪ મીટર સપાટી સાથે ઓવરફલો થયો છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા છે જેમાં ભાણપુર, ચિત્રોડીયા , ધાવડીયા ,મહુડી, માંડલીખુટા મુનખોસલા અને થેરકા જેવા ગામોનો સમાવેશ થાય છે. સાવચેતીના ભાગરૂપે પોલીસ વિભાગ દ્વારા આ વિસ્તારમાં પોલીસ બંદોબસ ગોઠવી દેવાયો છે. કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને સતર્ક રહેવા જણાવ્યું છે