આગામી દિવસોમાં આવી રહેલા ગણેશ વિસર્જનની પ્રક્રિયાને લઈ શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવી છે.શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પ્રક્રિયા પાર પડે તે માટે 12 હજાર જેટલા પોલીસ જવાનો,હોમગાર્ડ સહિત trb ના જવાનો સુરક્ષા,ટ્રાફિક બંદોબસ્તમાં ખડેપગે હાજર રહેશે.આ સાથે આર્ટફિશિયલ કેમેરા થી પણ વિસર્જનની પ્રક્રિયા પર બાજ નજર રાખવામાં આવશે.જ્યારે cctv અને ડ્રોન કેમેરાથી પણ તમામ ગતિવિધિઓ પર મોનીટરીંગ કરવામાં આવશે.