પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે વડોદરા શહેરના સુરસાગર કિનારે આવેલ શ્રી હઠીલા હનુમાનજી મંદિરે શ્રાવણ માસ માં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આજે શ્રાવણ મહિનાના છેલ્લા શનિવારે હનુમાન દાદા ને 1001 બિસ્કીટના હિંડોળા કરવામાં આવ્યા હતા અને હનુમાન દાદાને શ્રીનાથજી ભગવાનના વાઘા પહેરાવ્યા હતા.