ખંભાતના નગરા ખાતે આવેલા કોટેશ્વર મહાદેવના મંદિરે દર વર્ષે કોટેશ્વરનો મેળો જામે છે.આજ રોજ યોજાયેલ મેળામાં જિલ્લા તેમજ રાજ્યભરના શ્રદ્ધાળુઓ નગરા ખાતે ઉમટ્યા હતા.વિશાળમેદનીએ પ્રાચીન ઐતિહાસિક કોટેશ્વર કુંડમાં સ્નાન કર્યું હતું.શ્રાવણ માંસના અંતિમ દિવસે કોટેશ્વર મહાદેવના ભક્તોએ વિશેષ દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.મેળામાં ખાણી-પીણીના વસ્તુઓ સ્ટોલ, બાળકો માટેની મનોરંજન રાઈડ્સની મજા બાળકો સહિત સૌ કોઈએ મજા માણી હતી.જે અંગે ઉપસરપંચે પ્રતિક્રિયા આપી હતી.