બુધેલ ગામે માતાજીના મંદિરની જમીનના વિવાદમાં મારામારીની ઘટના. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર નજીકના બુધેલ ગામે માતાજીના મઢની જમીનના વિવાદ બાબતે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના સર્જાઈ હતી, જેમાં મહિલા સહિત ત્રણ થી ચાર લોકોને ઈજા પહોંચતા સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, બનાવને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી.