બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના દેવગાણા ગામે થયેલ બોલાચાલીની ફરીયાદ નો રાણપુર પોલીસ મથકે જવાબ કરવા જઈ રહેલા લોકો ઉપર હુમલો કરવામાં આવ્યો 1 મહિલા સહિત 3 લોકોએ ધારીયુ અને કોદાળી વડે હુમલો કરી લોહીયાળ ઇજાઓ કરવામાં આવતા ઈજાગ્રસ્તને રાણપુર ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.આ જીવલેણ હુમલાને લઈને રાણપુર પોલીસ મથકમાં પોલીસ ફરીયાદ નોંધાય છે અને પોલીસે આ બનાવને લઈને વધુ તપાસ હાથ ધરી છે.આ બનાવ ને લઈ ઈજાગ્રસ્તના ભાઈએ આપી માહિતી.