સાંતલપુર તાલુકાના દૈગામડા સહીતના ગામોમાંના મુખ્ય માર્ગ પર ત્રણ કિલોમીટર જેટલું પાણી ભરાઈ જતા આસપાસના નવ જેટલા ગામોના લોકોને હેરાનગતિ વેઠવાનો વારો આવ્યો હતો અને લોકોને ટ્રેકટર લઈને નીકળવું પડે તેવી પરિસ્થિતિ ઉભી થવા પામી હતી.સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને પગલે લોકોને હેરાનગતિ થવા પામી હતી.