જામનગરમાં ખાડા નગરની કેક કાપી અનોખો વિરોધ કરાયો, અન્નપુર્ણા ચોકડી નજીક આવેલા બેઠો પુલમાં રસ્તા મુદે કોંગ્રેસના કોર્પોરેટરનો અનોખો વિરોધ. બેઠા પુલ જર્જરીત હાલતમાં હોવાથી કોર્પોરેટર દ્વારા સ્થાનિકોને સાથે રાખીને વિરોધ વ્યકત કરવામાં આવ્યો. ખરાબ રસ્તો લાંબા સમયથી હોવાથી રસ્તાને પાટા કરીને અનોખી રીતે વિરોધ વ્યકત કરવામાં આવ્યો. માર્ગમાં વધુ ખાડા હોવાથી ખાડાનગર નામ મહિલા કોર્પોરેટર દ્વારા આપવામાં આવેલ.