પ્રાયોજના વહીવટદારશ્રી ડૉ. અંચુ વિલ્સને આદિ કર્મયોગી અભિયાન અંતર્ગત આદિજાતિ સમુદાયના વિકાસ માટે અધિકારીઓને સક્રિય સહભાગિતા દર્શાવવા સૂચનો આપ્યા હતા. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આદિજાતિ સમુદાય સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા, ગ્રામ્ય સ્તરે સેવાઓની ગુણવત્તા સુધારવા અને ખૂટતી સુવિધાઓનું નિરાકરણ લાવવું જરૂરી છે. આદિજાતિ યુવાનો અને મહિલાઓમાં નેતૃત્વની ભાવના જગાવવા તેમજ ગ્રામ્યકક્ષાએ ખૂટતી કડીઓના લક્ષ્યોને હાંસલ કરવા સંકલ્પબદ્ધ થવા હાકલ કરી.