બજાણા પાટડી વચ્ચે આવેલ પુલ પર બે કારનો અકસ્માત સર્જાવા પામ્યો હતો જેમાં ઇકો કારના ચાલક સહિત અંદર બેઠેલા ત્રણ લોકોને ઇજાઓ થઈ હતી ત્યારે બીજી તરફ મારુતિ સુઝુકી કંપનીની XL6 ગાડીમાં બેઠેલા લોકો પૈકી એક બાળકીને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સુરેન્દ્રનગર ખાતે ખસેડવામાં આવી હતી ત્યારે આ બાબતે બજાણા પોલીસને જાણ કરાતા બજાણા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ગાડીઓ હટાવવાની કામગીરી તજવીજ હાથધરી.