વિજાપુર તાલુકાના તાતોસણ ગામે સ્માર્ટ મીટરના વિરોધ ને લઈને ગ્રામજનો રોડ પર ઊતરી આવીને સ્માર્ટ મીટરનો વિરોધ નોંધાવ્યો હતો. સ્માર્ટ મીટર નો વિરોધ દર્શાવી આવેલું ઊંચું વીજબિલ નહીં ભરવાના સંકલ્પ લીધા હતા. અને આજરોજ શુક્રવારે બપોરે ત્રણ કલાકે જાહેર રોડ ઉપર ઉતરી આવીને સ્માર્ટ મીટરનું વિરોધ દર્શાવ્યો હતો. સ્માર્ટ મીટર નો થઈ રહેલા વિરોધ મા આજે ત્રીજું ગામ તાતોસણ પણ હવે આ સ્માર્ટ મીટર ના વિરોધની લડત માં જોડાયો હતો.