એલસીબીએ પેટ્રોલિંગ દરમ્યાન ખનિજચોરી ઝડપી વાહનો ડિટેઈન કરી ખાણ ખનિજ વિભાગને જાણ કરાઈ હતી જે અંગે રૂા. 5,55,554નો દંડ વસૂલાયો છે. એલસીબીની ટીમ ગઢશીશા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ગઢશીશા પારસ ટેકરી પાસે એક ટ્રેકટર નં. જીજે-08-ડી-0049વાળું આવતાં તેને રોકાવી તપાસતાં ટ્રેકટરમાં બ્લેક ટ્રેપ (ખનિજ) આશરે બે ટન ભરેલું હતું. વાહનચાલક પાસે રોયલ્ટી પાસ-પરમિટ માગતાં રોયલ્ટી ન હોઈ જે અંગે ટ્રેકટર ડિટેઈન કરી ખાણખનિજ વિભાગ તરફ રિપોર્ટ કરી આગળની કાયદેસરની ક