સિહોર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા પેટા તિજોરી શાખા શરૂ રાખવા રજૂઆતતારીખ:૦૬/૦૯/૨૦૨૫ ના રોજ સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા "પેટા તિજોરી શાખા સિહોર"ને ગુજરાત સરકાર દ્વારા બંધ કરવા મુદ્દે સિહોર મામલતદાર કચેરી ખાતે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના નવ નિયુક્ત પ્રમુખ અશોકભાઈ મકવાણા (મામસી) અને સિહોર કોંગ્રેસના પીઠ આગેવાન કે. કે ભાઈ ગોહિલ (એડવોકેટ) ની આગેવાનીમાં મામલતદાર મારફત સરકારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી