ભરૂચના કંથારીયા ગામ સ્થિત શાદી દલાલ હોલ ખાતે ડો. હિદાયતુલ્લા સૈયદ,મોહસીન અલીની ઉપસ્થિતિમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશન દ્વારા 42માં તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને ઇનામ વિતરણ સમારોહ યોજાયો હતો.જેમાં ભરૂચ શહેરની તમામ શાળામાં એસ.એસ.સી. અને એચ.એસ.સી.,પોસ્ટ ગ્રેજ્યુએટ થયેલ વિદ્યાર્થીઓનું સિલ્વર મેડલ તેમજ બેગ આપી સન્માન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિએશનના પ્રમુખ સહિત હાજર રહ્યા હતા.