સોનગઢ તાલુકાના ખડકાચીખલી ખાતે તણાઈ ગયેલા ઈસમનો મૃતદેહ નજીક થી મળી આવ્યો.તાપી જિલ્લાના સોનગઢ પોલીસ મથક ખાતેથી રવિવારના રોજ 1 કલાકની આસપાસ મળતી વિગત મુજબ ખડકા ચીખલી ગામે કોતર ના પાણીમાં બાઈક સાથે ત્રણ તણાઈ ગયા હતા.જે પૈકી બે યુવક બહાર નીકળી આવ્યા હતા.અને એક તણાઈ ગયો હતો.જે યુવક ઉમેશ ગામીત નો મૃતદેહ ત્યાં નજીકથી મળી આવતા પોલીસે અકસ્માત મોત નો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.