કાલોલ શહેર નજીક આવેલા બોરુ ટર્નિંગની, જે અકસ્માતોનું કેન્દ્ર બની ગયું છે. આ રાજ્ય ધોરી માર્ગ પર સતત થતા અકસ્માતોને કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, અને સ્થાનિક લોકોમાં ભારે ભયનો માહોલ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પંચમહાલ જિલ્લાના સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવે આ મામલે સક્રિયતા દર્શાવી છે. સાંસદ રાજપાલસિંહ જાદવ સ્થાનિક આગેવાનો અને લોકો સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી હતી