કરણી સેનાના વિરોધ પર સ્થાનિક સંગઠનોનો વાંધો આ મામલે કરણી સેનાના પ્રમુખ દ્વારા રવિવારે હિંમતનગરમાં ભગવા ધ્વજ અને દંડા સાથે વિરોધ પ્રદર્શન કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક સંગઠનોએ કરણી સેનાની હિંમતનગરમાં પ્રવેશ પર વાંધો ઉઠાવ્યો છે. નિવૃત્ત આર્મી સંગઠનના જિલ્લા પ્રમુખે પણ સ્પષ્ટ રજૂઆત કરી છે કે આ મામલે કોઈ રાજનીતિ ન કરવી જોઈએ. તેમણે જણાવ્યું કે જવાનના નામે રાજનીતિ કરવાથી ભવિષ્યમાં કેવા પરિણામો આવશે તે જોવું રહ્યું. આ સમગ્ર ઘટના પર હવે વ