સાવરકુંડલા શહેરમાં શુદ્ધ પીવાના પાણીની માંગણીને લઈ લાંબા સમયથી નાગરિકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. આ સંદર્ભે આજે બપોરે ૧૨.૦૦ કલાકે ધારાસભ્ય મહેશભાઈએ માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરના નાગરિકોને શુદ્ધ અને પૂરતું પીવાનું પાણી મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે અને જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.