હાલોલના તળાવ ખાતે સોમવારે સાંજે એક દુર્ઘટના સર્જાઈ હતી.તળાવમાં એક વૃદ્ધ વ્યક્તિ ઘરકાવ થયા હોવાની જાણ હાલોલ ફાયર બ્રિગેડને થતા તાત્કાલિક સ્થળ પર દોડી આવી ફાયર બ્રિગેડના જવાનો દ્વારા તરત જ શોધખોળ હાથ ધરતા ચાર કલાકની ભારે જહેમત બાદ મૃતકનો મૃતદેહ રાત્રે 7 વાગ્યાના સુમારે તળાવમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી.મૃતકની ઓળખ પરસોતમભાઈ વાલ્મિકી અને રહેવાસી વાલ્મિકી વાસ હાલોલ તરીકે થઈ છે.તેઓના મુર્તદેહને રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે મોકલી આપવામા આવ્યો હતો