ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ મહાન સૂફી સંત હઝરત ખોજનદીસા બાવા ની દરગાહ આવેલ છે. જેનો વાર્ષિક ઉર્ષના મોકા ઉપર ગુરુવાર તા. 21 ઓગસ્ટ 2025 ના રોજ રાત્રે સંદલ શરીફ ની રસમ અદા કરવામાં આવી હતી. નબીપુરના દાવલશા સ્ટ્રીટમાંથી સંદલ કાઢવામાં આવ્યો હતો અને ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ દરગાહના આસ્તાના ઉપર પહોંચી સંદલની રસમ અદા કરાઈ હતી.