તારાપુર અને ખંભાત પંથકમાં ઈદે મિલાદની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી મુસ્લિમ સમાજના યુવાઓ દ્વારા વિવિધ વાનગીઓ બનાવી ન્યાજ તરીકે વહેંચણી કરી હતી. ઈદે મિલાદ તહેવાર નિમિત્તે ઘરો, દરગાહો અને મસ્જિદોમાં રોશની કરવામાં આવી હતી.ખંભાત શહેરના કદમે રસુલ દરગાહેથી ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યો હતો.જે દરમિયાન જનમેદની ઉમટી હતી.પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં ઈદે મિલાદની ઉજવણી કરાઈ હતી.