ભાવનગરમાં આડોડીયાવાસ માંથી મહિલા પાસેથી દારૂનો જથ્થો ઝડપાયો.ભાવનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ખાનગી બાતમીના આધારે આડોડીયાવાસમાં પુજાબેન પ્રદિપભાઈ રાઠોડ ના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનના રસોડામાં કાળા રંગના પ્લાસ્ટિકના જબલામાંથી દારૂની 23 બોટલો મળી આવી હતી. રેઇડ સમયે મહિલા સ્થળ પર હાજર ન હોવાથી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.