હાંસોટના ઇલાવ ગામે આવેલ વેરાઈ માતાજીના મંદિરે કુંવારિકા કન્યાઓની સમૂહ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝરમર વરસાદ વચ્ચે 250થી વધુ કુંવારીકા કન્યાઓએ માતાજીની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. ઇલાવ ગામે વર્ષોની પરંપરા અનુસાર નવરાત્રીની ઉજવણી કરવામાં આવે છે અને આઠમના રોજ કુંવારીકા કન્યાઓની આરતીનું આયોજન કરવામાં આવે છે.આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.