લીલીયા તાલુકાના આંબા તથા અમરેલીના નાના ગોખરવાળા ગામે થયેલ ઘરફોડ ચોરીઓના ગુનામાં લીલીયા પોલીસે માત્ર ગણતરીના દિવસોમાં જ ભેદ ઉકેલી આરોપી ઉમેશભાઇ પરમાર તથા એક કિશોરને ઝડપી પાડ્યા છે. પોલીસએ રૂ.૧,૦૫,૮૧૦/-ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડીને સ્થળ પર રીકન્ટ્રક્શન પણ કરાવ્યું. કુલ રૂ.૮.૭૧ લાખની ચોરીના ગુનામાં પોલીસની કામગીરી વખાણપાત્ર રહી છે.