શિહોર નું ગૌતમેશ્વર તળાવ છઠ્ઠીવાર ઓવર ફ્લો થયું છે ઉપરવાસ પડેલા વરસાદ અને શિહોરમાં સવારથી ધીમી ધારે પડી રહેલા વરસાદના કારણે ગૌતમેશ્વરની તળાવની સપાટી હાલ 27 ફૂટ કરતા પણ ઉપર જવા પામી છે ત્યારે તળાવના દરવાજા ઓટોમેટિક હોય જે ચાર દરવાજા ખુલ્લી ગયેલ હોય નગરપાલિકા દ્વારા ની નીચાણ વાળા વિસ્તારોને તાકેદ કરવામાં આવ્યા છે નદીના પટમાં કોઈએ જાવું નહીં અને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે