સોનગઢ તાલુકાના ઉકાઈ નજીક મેઈન રોડ પર રસ્તો ક્રોસ કરતા વૃદ્ધા ને બાઈક ચાલકે ટક્કર મારતા મોત નિપજ્યું.તાપી જિલ્લાના ઉકાઈ પોલીસ મથક ખાતેથી સોમવારના રોજ 3.30 કલાકે મળતી વિગત મુજબ ઉકાઈ મેઈન રોડ ક્રોસ કરતા વૃદ્ધા નીરૂબેન શાહ ને અજાણ્યા બાઈક ચાલકે ટક્કર મારતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજતા પોલીસે અજાણ્યા બાઈક ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.