જામનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સુરેન્દ્રનગર જિલ્લા ખાતે બદલી કરવામાં આવી છે, ત્યારે આજરોજ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તેઓનો ભવ્ય વિદાય સમારોહ યોજાયો હતો, પોલીસ વડા પ્રેમસુખ ડેલુ પર પુષ્પ વર્ષા કરવામાં આવતા તેઓ ભાવવિભોર બની ગયા હતા, શહેરના મહાનુભાવો તેમજ સંસ્થાઓ દ્વારા તેઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પોલીસ વડા તરીકેના તેઓના કાર્યકાળ દરમિયાન સારી કામગીરી કરતા તેઓએ લોકોના હૃદયમાં સ્થાન અનેરું સ્થાન મેળવ્યું છે