સારોલી ની કુબેરજી ટેક્સટાઇલ વર્લ્ડ માર્કેટમાં દુકાન ધરાવતા વિનોદ બાબુલાલ જૈન દ્વારા રૂપિયા એક કરોડમાં ઉઠામણું કરવામાં આવ્યું હતું. કાપડ દલાલ મારફતે સચિન જીઆઇડીસીના વિવેકાનંદ વસોયા પાસેથી અલગ અલગ ફર્મ ના નામે રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો ગ્રે કાપડનો માલ ઉધાર પેટે ખરીધ્યો હતો.સમય મર્યાદાની અંદર પેમેન્ટ કરવાનો વાયદો કરી રાતોરાતો ઉઠમણું કરી ફરાર થઈ ગયો હતો.જે અંગે સારોલી પોલીસ મથકમાં ગુન્હો નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી હતી.