કડી શહેરના મધ્યમાં આવેલ તંબોળીવાસમાં નવરાત્રી ઉજવણીની 200 વર્ષ જૂની પરંપરા આજે પણ અકબંધ જોવા મળી રહી છે.અહીં કાગળ અને વાંસના લાકડા થી બનાવેલી માંડવીમાં અંબાજી માતાજીની સ્થાપના કરવામાં આવે છે.નવરાત્રીના પંદર દિવસ બાકી હોય ત્યારથી જ ભક્તો માંડવી બનાવવાનું કાર્ય શરૂ કરી દે છે.મળતી માહિતી મુજબ આ પરંપરાની શરૂઆત મલ્હાવરાવ રાજાના સમયથી થઈ હતી.પહેલા જૂની મામલતદાર કચેરી સામેના રાજમહેલમાં માંડવી ની સ્થાપના થતી હતી.હાલમાં તંબોડી વાસમાં સ્થાપના થાય છે.