વાલોડ તાલુકાના ભીમપોર ગામના લોકોના બોગસ ખાતા બનાવી બેંકમાં કરોડો ના ટ્રાન્ઝેક્શન કરાયા.તાપી જિલ્લાના વાલોડ તાલુકાના ભીમપોર ગામે ઝૂંપડા માં રહેતા વિધવા મહિલા ના નામે કરોડો ના વ્યવહાર બેંકમાં થતા અચંબા માં પડી ગયા છે.જોકે આ વ્યવહાર થતા મહિલા સરકારી લાભો થી વંચિત થયા હોવાનું જણાવી રહ્યા છે.જે અંગે કંકુબેન ગામીત એ શનિવારના રોજ 1 કલાકે માહિતી આપી હતી.