સુપ્રસિદ્ધિ યાત્રાધામ એવા નાના અંબાજી તરીકે જાણીતા એવા ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે આજથી ભાદરવી પૂનમના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે આજે વહેલી સવારથી જ ભક્તો એ માતાજીના દર્શન કરી અંબાજી તરફ પ્રયાણ કર્યું હતું. ત્યારે આજે સાંજે 7 વાગ્યા સુધીમાં હજારોની સંખ્યામાં પદયાત્રીઓએ માઁ ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત અંદાજિત 40 થી વધુ સંધો - રથ અને હજારો નેજા સાથે મંદિરે ભક્તો પધાર્યા હતા. ત્યારે આજે મેળાના પ્રથમ દિવસે જ ભક્તો ઘોડાપુર ઉમટયું.