હાલોલના લીમડી ફળિયા અમીરે મિલ્લત ચોક ખાતે આવેલ હઝરત ફુલ શહીદ બાબા(ર.અ)ના ઉર્ષની ઉજવણી આજે ગુરુવારના રોજ કરવામાં આવી હતી.જ્યારે આ ઉર્ષ ની ઉજવણીના ભાગરૂપે આજે ગુરુવારે સાંજે 6 કલાકે સંદલ શરિફનું ભવ્ય ઝુલુસ નીકળ્યુ હતું.અને દરગાહ ખાતે પહોંચ્યુ હતુ જ્યારે રજા યંગ સર્કલ દ્વારા ભવ્ય નીયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં અકીદતમંદોએ લાભ નિયાજનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી