શહેરના ચાવડી ગેટ વિસ્તારમાં આવેલી હજરત પીર મહમદશાહ બાપુની વાડીએ થી શાનદાર જુલૂસનો પ્રારંભ થયો હતો. જુલૂસ શરૂ થાય તે પહેલાં, દરગાહ શરીફ પર ચાદર ચઢાવવામાં આવી હતી. અને સામૂહિક દુઆઓ પણ કરવામાં આવી હતી. આ જુલૂસને સિટી DYSP R.R. સિંઘાલે લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. ઈદે મિલાદુન્નબી નિમિતે યોજાયેલુ જુલૂસ શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરીને શેલારશા ચોકમાં સંપન્ન કરાયું હત. જુલૂસ દરમિયાન કોમી એકતા અને ભાઈચારાનું અનોખું વાતાવરણ જોવા મળ્યું હતું.