સંસ્કૃતિ, પ્રકૃતિ અને ટેક્નોલોજીનો સમન્વય એટલે મોન્સૂન ફેસ્ટિવલ’ – આવા અનોખા સંદેશા સાથે શરૂ થયેલા આ ઉત્સવમાં આગામી દિવસોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, લોકકલાના પ્રદર્શન, વિવિધ કલાકારો દ્વારા પ્રસ્તુતિ અને ઓર્કેસ્ટ્રા જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.