વેરાવળ બાર એસોસિએશને ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સંદીપ એન. ભટ્ટની બદલીના વિરોધમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.બાર એસોસિએશનના પ્રમુખ સૂર્યકાન્ત સવાણીએ જણાવ્યું કે આ બદલી આંતરિક રાજકારણ અને જૂથવાદના કારણે કરવામાં આવી છે.વેરાવળ બાર એસોસિએશને સર્વાનુમતે ઠરાવ કર્યો છે કે આ બદલીથી ન્યાયતંત્રની ગરિમાને આંચ આવે છે. તેઓએ બદલીનો આદેશ પાછો ખેંચવા માટે સુપ્રીમ કોર્ટના કોલેજિયમ સમક્ષ રજૂઆત કરવાનો નિર્ણય લીધો છે.