વિજાપુર ફાયર સ્ટેશન નજીક કોલવડા ગામનો અમરતજી ઠાકોર ને વરલી મટકા ના જુગાર સાહિત્ય સાથે રૂપિયા 1030 ના રોકડ રકમ સાથે બાતમી ના આધારે ઝડપી લીધો હતો. પોલીસે આજરોજ શુક્રવારે સાંજે પાંચ કલાકે અમરતજી ઠાકોર સામે જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.