પંચમહાલ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા નારી વંદન સપ્તાહની ઉજવણી અંતર્ગત કાલોલ તાલુકાના વેજલપુરમાં આવેલ શ્રીમતી એસ.આર.દવે કન્યા વિદ્યાલય ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવો દ્વારા દીકરીઓને સ્વરક્ષા (સેલ્ફ-ડિફેન્સ) કેવી રીતે કરવી તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત મહિલાલક્ષી વિવિધ કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી જેથી તેઓ પોતાના અધિકારોથી વાકેફ થઈ શકે.